ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

કયું પક્ષી મધ ખાવાનું શોખીન છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. કયું પક્ષી હવામાં સ્થિર રહી પોતાનો શિકાર શોધે છે ?
જવાબ = કલકલિયો - કિંગફિશર

2. ભારતનું સૌથી મોટી પાંખોવાળું પક્ષી કયું છે ?
જવાબ = દાઢીવાળું ગીધ

3. ફિલીપાઇન્સના ગરૂડોનો પ્રિય ખોરાક કયો છે ?
જવાબ = વાંદરા

4. કયા પક્ષીનો ખોરાક વધુ હોય છે ?
જવાબ = માછલી ઉપર જીવતા પક્ષીઓ

5. તરવામાં સૌથી ઝડપી પક્ષી કયું છે ?
જવાબ = જેન્ટો પેંગ્વીન

6. સૌથી ધીમે ઉડતું પક્ષી કયું છે ?
જવાબ = અમેરિકાનું વુડકોક

7. કયા પોપટ બધી જગ્યાએ જોવા મળે છે ?
જવાબ = રોઝરીંગ પેરાકીટ - તુઈ / સૂડો

8. સૌથી ઉંચે ઉડતું ગાયક પક્ષી કયું છે ?
જવાબ = રોઝબ્રીસ્ટેડ રોઝ ફીન્ચ - ગુલાબી તૂતી

9. સૌથી નાનું શિકારી પક્ષી કયું છે ?
જવાબ = વાઈટ ફ્રનટેડ ફાલ્કોનેટ (White Fronted falconet)

10. સૌથી વધુ પીંછા કયા પક્ષીના હોય છે ?
જવાબ = વ્હીસલીંગ સ્વાન (Whistling Swan) સીસોટી હંસ

11. સૌથી ઓછા પીંછા કયા પક્ષીના હોય છે ?
જવાબ = પીગ્મી ઘુવડ

12. કયા પક્ષીઓનો સૌથી મોટો વર્ગ છે ?
જવાબ = ટાયરન્ટ ફ્લાયકેચર - માખીમાર

13. ભારતનું સૌથી સામાન્ય ઈગલ કયું છે ?
જવાબ = ટોની ઈગલ (Tawny Eagle) દેશી ઝુમસ

14. શરીરની લંબાઈના પ્રમાણમાં સૌથી નાની ચાંચ કયા પક્ષીની છે ?
જવાબ = નાઈટ જાર - દશરથિયું / છાપો

15 પોપટમાં સૌથી સારી વાતો કોણ કરે છે ?
જવાબ = અફ્રિકાનો ગ્રે પોપટ

16. કદના પ્રમાણમાં સૌથી વધુ વજનદાર મગજ કયા પક્ષીનું છે ?
જવાબ = પોપટ

17. શરીરના વજનની સરખામણીએ સૌથી ઓછું વજનદાર મગજ કયા પક્ષીનું છે ?
જવાબ = ગેલીનેસીપસ પક્ષી,  શાહમૃગ તથા કબૂતર

18. સૌથી વધુ કાળું પક્ષી કયું છે ?
જવાબ = થ્રેશ - કસ્તૂરો

19. કયા વર્ગમાં શિકારી પક્ષી સૌથી વધુ છે ?
જવાબ = એસીપીટ્રીડી (Accipitridae) (શિકારી પક્ષીઓ)

20. માછલી પકડવા માટે કયા પક્ષીઓ ચાઈનીઝ ટ્રેઈન બનાવે છે ?
જવાબ = જળકાગડા (Cormorants)

21. કયા પક્ષીના ભૌતિક લક્ષણો કેમલ પક્ષી તરીકે ગણાય છે ?
જવાબ = શાહમૃગ

22. બહુચર માતાનું વાહન કયું છે ?
જવાબ = કૂકડો

23. બ્રહ્માનું વાહન કયું છે ?
જવાબ = હંસ

24. કયાં પક્ષીઓ દેખાવમાં સુંદર છે ?
જવાબ = મોર, દૂધરાજ, રાજાલાલ, પીળક, પોપટ અને સોનેરી પીઠનો લક્કડખોદ

25. કયાં પક્ષીઓ સારા ગાયક છે ?
જવાબ = દૈયડ, શામા, કોયલ, ચંડૂલ, કસ્તૂરો, હીલમેના

26. કુદરતમાં બીજનો ફેલાવો કરતાં કયાં પક્ષીઓ છે ?
જવાબ = વૈયા, બુલબુલ, ચિલોત્રો, ટૂકટૂકીયું, કબુતર, હરીયાલ

27. કયાં પક્ષીઓ શિકારી પક્ષીઓ છે ?
જવાબ = શકરો, બાજ, ઘુવડ, સમડી, ગરુડ

28. કયાં પક્ષીઓ સફાઈ કામદાર પક્ષીઓ છે ?
જવાબ = ગીધ, સમડી, કાગડો

29. ભયથી સાવધાન કરતા પક્ષીઓ કયાં કયાં છે ?
જવાબ = કાળીયોકોશી, લેલા, ખેરખટ્ટો, ટીટોડી, કાબર, બુલબુલ, જંગલી કૂકડો

30. ભારતની સૌથી મોટી એવીયરી (પક્ષીગૃહ) કયાં આવેલું છે ?
જવાબ = ઈન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન - ગાંધીનગર

31. પક્ષીઓની કઈ શક્તિ સૌથી નબળી અને કઈ શક્તિ સૌથી તીવ્ર હોય છે ?
જવાબ = પક્ષીઓની સૂંઘવાની શક્તિ સૌથી નબળી અને જોવાની શક્તિ સૌથી તીવ્ર હોય છે

32. કયા પક્ષીઓ એકબીજાના પીંછા ઓળી આપે છે ?
જવાબ = શ્વેતનયના જેવા સમુચારી પક્ષીઓ એકબીજાનાં પીંછા ઓળી આપે છે.

33. કયું પક્ષી ચાંચ ઉલટી રાખીને ખાય છે ?
જવાબ = ફ્લેમીંગો (સુરખાબ)

34. કયું પક્ષી અને પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે ?
જવાબ = મોકીંગબર્ડ કે જે 40 થી વધુ પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે

35. કયું પક્ષી સૌથી વજનદાર માળો બનાવે છે ?
જવાબ = ઓસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં 'માલીફાઉલ' પક્ષી ત્રણ ટન વજનનો માળો બનાવે છે.

36. કયા પક્ષીને 'કસાઈ' પક્ષી તરીકે ઓળખવામાં આવે છે ?
જવાબ = લટોરા વર્ગના પક્ષીને 'કસાઈ' પક્ષી તરીકે ઓળખવામાં આવે છે

37. સામાન્ય રીતે પક્ષીઓ કેટલું જીવે છે ?
જવાબ = સામાન્ય રીતે પક્ષીઓ 10 થી 15 વર્ષ જીવે છે પરંતુ ગરુડ 20 વર્ષ  તથા કાકાકૌઆ 70 થી 100 વર્ષ પણ જીવે છે.

38. કયા ઘુવડની દ્રષ્ટિ વધુ તીક્ષ્ણ હોય છે ?
જવાબ = બાર્ન ઘુવડની દ્રષ્ટિ રાત્રિ સમય મનુષ્યની દ્રષ્ટિ કરતાં 100 ઘણી વધુ તીક્ષ્ણ હોય છે.

39. સૌથી મોટું શિકારી પક્ષી કયું છે ?
જવાબ = સૌથી મોટામાં મોટું શિકારી પક્ષી કોન્ડોર નામ નું ગીધ છે.

40. પક્ષીઓના હરવાં - ફરવાનું અને આહાર મેળવવાનું સૌથી મોટું ક્ષેત્ર કોનું છે ?
જવાબ = યુરોપના ગોલ્ડન ઈગલ ક્ષેત્ર 16 ચો. માઇલ, ફિલિપાઇન્સના મંકી ઈટીંગ ઈગલ પક્ષીનું ક્ષેત્ર 12 ચો. માઈલ અને ગ્રેટ હોન્ડ આઉલ નું ક્ષેત્ર 5 થી 6 ચો. માઇલ નોંધાયેલું છે.

41. કયા લિંગના પક્ષીઓ મોટાભાગે સુંદર ગાતા હોય છે ?
જવાબ = નરપક્ષીઓ

42. ઘર ચકલી દિવસમાં કેટલી વાર માળામાં ખોરાક લાવે છે ?
જવાબ = 220 થી 260 વાર

43. દરજીડો નામનું પક્ષી માળામાં પાંદડાઓને ગૂંથવા શેનો ઉપયોગ કરે છે ?
જવાબ = કરોળિયાના જાડાનો

44. ભારતનું નાનામાં નાનું પક્ષી કયું છે ?
જવાબ = ટિકલ્સ ફ્લાવર પેકર અર્થાત ફૂલસુંઘણી

45. ભારતના સારામાં સારા ગાયક પક્ષીઓ કયા કયા છે ?
જવાબ = બ્લેકબોર્ડ (કસ્તુરો), મલબાર વ્હિસલીંગ થ્રશ (ઈન્દ્રરાજ) તથા શામા

46. સૌથી વધુ ઝડપથી પાંખો ફફડાવવા માટે કયું પક્ષી જાણીતું છે ?
જવાબ = હમિંગ બર્ડ

47. કયું પક્ષી મધ ખાવાનું શોખીન છે ?
જવાબ = હનીબર્ડ

48. પક્ષીઓમાં કંઈ શક્તિ અવિકસિત હોય છે ?
જવાબ = પક્ષીઓમાં વિચારશક્તિ અને ધ્રાણેન્દ્રિય શક્તિ અવિકસિત હોય છે.

49. લાફિંગ (હસતા) જેકાસ તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ = કુકાબુરા કિંગફિશર

50. પૃથ્વી પર પાંખ ધરાવતું ન ઉડી શકે તેવું પક્ષી કયું ?
જવાબ = શાહમૃગ

Post a Comment

0 Comments