ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ચાતુર્માસ એટલે કયાં ચાર મહિના ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ કયાં ગ્રંથમાં આવેલ છે ?
જવાબ = હર્ષચરિત્ર

2. પ્રતિહાર શાસનનો પ્રતાપી રાજા કોણ હતો ?
જવાબ = વત્સરાજ

3. પ્રતિહાર શાસનના અંત પછી કયાં વંશનું શાસન સ્થપાયું ?
જવાબ = ચાવડા વંશ

4. ગુર્જર દેશમાં કયાં ત્રણ વિસ્તારોનો સમાવેશ થતો હતો ?
જવાબ = આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ

5. ચાવડા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
જવાબ = સામંતસિંહ

6. રુદ્રમાળ બાંધવાનું કાર્ય કોણે શરુ કરાયું હતું ?
જવાબ = મૂળરાજ સોલંકી

7. ભીમ બાણાવળી તરીકે કોણ ઓળખાતું હતું ?
જવાબ = ભીમદેવ (પ્રથમ) સોલંકી

8. પાટણની 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ?
જવાબ = ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ

9. દેલવાડાના મંદિરો કોણે બંધાવ્યા હતા ?
જવાબ = વિમળશા

10. મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું ?
જવાબ = ભીમદેવ સોલંકી (પહેલો)

11 વર્ષ 2001 થી 2011 ના દશકામાં ગુજરાતમાં સૌથી ઓછો વસ્તીવૃદ્ધિ દર કયાં જિલ્લાનો રહ્યો છે ?
જવાબ = નવસારી (8.15%)

12. વર્ષ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે ?
જવાબ = ગાંધીનગર (93.59%)

13. વર્ષ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે ?
જવાબ = સુરત (81.02)

14. વર્ષ 2011ની વસ્તી ગણતરીના અંતિમ આંકડા પ્રમાણે કયા જિલ્લામાં લિંગ પ્રમાણ સૌથી વધુ છે ?
જવાબ = તાપી (1007)

15. વર્ષ 2011ની વસ્તી ગણતરીના અંતિમ આંકડા પ્રમાણે શહેરી મહિલા સાક્ષરતાનો દર કેટલો છે ?
જવાબ = 81.0%

16. ગુજરાતનાં કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે ?
જવાબ = 11.04%

17. વર્ષ 2011ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગ્રામીણ શિશુ લિંગ પ્રમાણ કેટલું છે ?
જવાબ = 914

18. વર્ષ 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ગ્રામીણ સાક્ષરતા કેટલા ટકા છે ?
જવાબ = 73%

19. ગુજરાતનાં કયાં જિલ્લાને સૌથી વધુ જિલ્લાઓની સરહદ સ્પર્શે છે ?
જવાબ = રાજકોટ, ખેડા, સુરેન્દ્રનગર

20. ગાંધીસ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
જવાબ = ભાવનગર

21. કબીરવડ કયાં જિલ્લામાં આવેલો છે ?
જવાબ = ભરૂચ

22. 'પારસીઓનું કાશી' તરીકે કયું સ્થળ ઓળખાય છે ?
જવાબ = ઉદવાડા

23. મોઢેરા શાને માટે જાણીતું છે ?
જવાબ = સૂર્યમંદિર

24. વૌઠાનો મેળો કયાં જિલ્લામાં ભરાય છે ?
જવાબ = અમદાવાદ

25. તરણેતરનો મેળો કયાં જિલ્લામાં ભરાય છે ?
જવાબ = સુરેન્દ્રનગર

26. ગોપનાથનું શિવમંદિર કયાં જિલ્લામાં ભરાય છે ?
જવાબ = ભાવનગર

27. ક્યૂ સ્થાલ સુદામાપુરી તરીકે ઓળખાય છે ?
જવાબ = પોરબંદર

28. ચાતુર્માસ એટલે કયાં ચાર મહિના ?
જવાબ = અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો

29. 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ' કોની પંક્તિ છે ?
જવાબ = નરસિંહ મહેતા

30. 'ધમમપદ' કયાં ધર્મનો ગ્રંથ છે ?
જવાબ = બૌદ્ધ

31. કોમ્પ્યુટર વિજ્ઞાનમાં એક કિલોબાઈટ એટલે કેટલા બાઈટ થાય ?
જવાબ = 1024

32. કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ?
જવાબ = ચાંદી

33. ક્ષારનું પ્રમાણ શામાં વધુ હોય છે ?
જવાબ = શાકભાજી

34. રક્તના અભ્યાસને શું કહેવાય છે ?
જવાબ = હિમેટોલોજી

35. કયૂ મિસાઈલ નથી ?
જવાબ = નાગ

36. કયો રોગ પાણીથી ફેલાય છે ?
જવાબ = કોલેરા

37. હેમરેજ (રક્તસ્રાવ) કયાં વિટામિનની ખામીથી થાય છે ?
જવાબ = વિટામિન કે

38. જીન થેરાપનો ઉપયોગ કયાં રોગો માટે થાય છે ?
જવાબ = વારસાગત

39. તમાકુમાં કયૂ ઝેરી તત્ત્વ રહેલું છે ?
જવાબ = નિકોટીન

40. વંધ્યત્વની ઊણપ માટે કયૂ વિટામીન જવાબદાર છે ?
જવાબ = ઈ

41. ભારતીય સંસદના નેતા કોણ હોય છે ?
જવાબ = વડાપ્રધાન

42. ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોને છે ?
જવાબ = રાષ્ટ્રપતિ

43. સંસદની વ્યાખ્યામાં શું આવે છે ?
જવાબ = રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા

44. લોકસભાની મુદત કેટલા વર્ષની હોય છે ?
જવાબ = 5 વર્ષ

45. લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે ?
જવાબ = રાષ્ટ્રપતિ

46. કયું ગૃહ કાયમી ગૃહ છે ?
જવાબ = રાજ્યસભા

47. લોકસભાના સ્પીકરની નિમણૂંક કોણ કરે છે ?
જવાબ = લોકસભાના સભ્યો

48. લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?
જવાબ = સ્પીકર

49. રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?
જવાબ = ઉપરાષ્ટપતિ

50. ઉપરાષ્ટપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે ?
જવાબ = રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન

Post a Comment

0 Comments