ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

લિફ્ટમાં બેઠેલ વ્યક્તિને પોતાનું વજન ક્યારે વધારે લાગે છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. વાઘેલા વંશનો સ્થાપક કોણ હતો ?
જવાબ = વીસલદેવ

2. વાઘેલા વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
જવાબ = કર્ણદેવ વાઘેલા

3. અલાઉદ્દીન ખીલજીએ કોના શાસનકાળ દરમિયાન ગુજરાત પર ચડાઈ કરી હતી ?
જવાબ = કર્ણદેવ વાઘેલા

4. ગુજરાત પર ચડાઈ કરવા માટે અલાઉદ્દીન ખીલજીને કોણે કહેણ મોકલ્યું હતું ?
જવાબ = કર્ણદેવ વાઘેલા ના મંત્રી માધવે

5. ગુજરાતમાં કયાં મુસ્લિમ શાસકે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ભાવ નિયમન કર્યું હતું ?
જવાબ = અલાઉદ્દીન

6. અહમદશાહે અમદાવાદ સિવાય બીજા કયાં શહેરની સ્થાપના કરી હતી ?
જવાબ = અહમદનગર હાલનું હિંમતનગર

7. ગુજરાતનાં સૌથી પરાક્રમી સુલતાન તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ = મહમૂદ બેગડો

8. મહમૂદ બેગડાએ કયા બે ગઢ જીત્યા હતા ?
જવાબ = જૂનાગઢ અને પાવાગઢ

9. મહમૂદ બેગડાએ કયાં શહેરો વસાવ્યા હતાં ?
જવાબ = મહેમદાવાદ અને ચાંપાનેર

10. દાદા હરિની અને અડાલજની વાવ કોના શાસનકાળ દરમિયાન બંધાઈ હતી ?
જવાબ = મહમૂદ બેગડો

11. ગુજરાતની ઉત્તર - દક્ષિણ લંબાઈ કેટલી છે ?
જવાબ = 590 કિમી

12. ગુજરાતની પૂર્વ - પશ્ચિમ લંબાઈ કેટલી છે ?
જવાબ = 500 કિમી

13. દુનિયાનું સૌથી મોટું શીપ બ્રેકીંગ યાર્ડ અલંગ કયા જિલ્લામાં આવેલું છે ?
જવાબ = ભાવનગર

14. ગુજરાતનું એકમાત્ર સિનેગોગ (યહૂદી ધર્મસ્થળ) ક્યાં આવેલું છે ?
જવાબ = અમદાવાદ

15. ભારતના સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉધાન કયાં સ્થાપવામાં આવેલ છે ?
જવાબ = જામનગર દરિયાકિનારે

16. દેશનું સૌથી મોટું ખનીજતેલ શુદ્ધિકરણનું કારખાનું (રિફાઇનરી) ક્યાં આવેલું છે ?
જવાબ = જામનગર

17. દેશની કેટલા ટકા વસ્તી ગુજરાતી ભાષા બોલે છે ?
જવાબ = 4.8 ટકા

18. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
જવાબ = બનાસ

19. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતાનો દર કયાં જિલ્લામાં છે ?
જવાબ = સુરત (85.53 ટકા)

20. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે ?
જવાબ = 79.31%

21. ભૂપેન્દ્ર ખખ્ખર નું નામ કયાં ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = ચિત્રકલા

22. ગુજરાતનાં કયાં સ્થળે પતંગ દશેરાના દિવસે ઉડાડાય છે ?
જવાબ = સિદ્ધપુર

23. ગુજરાતમાં કળિયુગના ઋષિ તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ = રવિશંકર મહારાજ

24. શંકરાચાર્યે 'નર્મદાષ્ટક' ની રચના કયાં કરી હતી ?
જવાબ = શુકલતીર્થમાં

25. સિદ્ધપુરનું કયુ મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે ?
જવાબ = કાર્તિકેય સ્વામી મંદિર

26. 'વેદો તરફ પાછા વળો' નો નારો કોને આપ્યો હતો ?
જવાબ = દયાનંદ સરસ્વતી

27. કૃષિ મહોત્સવ ક્યારે ઉજવાય છે ?
જવાબ = અખાત્રીજના દિવસે

28. ભરૂચની ગાંધર્વ નિકેતન સંસ્થાની સ્થાપના કોને કરી હતી ?
જવાબ = પંડિત ઓમકારનાથ ઠાકુર

29. અસ્મિતા પર્વ ક્યારે ઉજવાય છે ?
જવાબ = હનુમાન જયંતીના દિવસે, તલગાજરમાં

30. ભગવાનલાલ ઈન્દ્રજીનું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = પુરાતત્વવિદ્યા

31. હાઈડ્રોજન ભરેલો રબરનો ફુગ્ગો ઉપર જઈને ફૂટી જાય છે કારણ કે .......
જવાબ = હવાનું દબાણ ઘટી જાય છે

32. લિફ્ટમાં બેઠેલ વ્યક્તિને પોતાનું વજન ક્યારે વધારે લાગે છે ?
જવાબ = જ્યારે લિફ્ટ ઝડપથી ઉપર જઈ રહી હોય ત્યારે

33. મનુષ્ય શરીર નું સામાન્ય તાપમાન કેટલું હોય છે ?
જવાબ = 37°F

34. જેના નામ પરથી નોબલ પુરસ્કાર અપાય છે તે આલ્ફ્રેડ નોબલે શેની શોધ કરી હતી ?
જવાબ = ડાયનામાઈટ

35. હેલીનો ધૂમકેતુ સૂર્યની પ્રદક્ષિણા કેટલા સમયમાં પૂરી કરે છે ?
જવાબ = 76 વર્ષ

36. રડારની શોધ કોને કરી હતી ?
જવાબ = વિલ્હેમ કે. રોન્ટજન

37.ચોકનું રાસાયણિક નામ શું છે ?
જવાબ = કેલ્શિયમ કાર્બોનેટ

38. ફ્યુઝ વાયર બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ = કોપર + ટીન

39. શુદ્ધ પાણીમાં pH નું પ્રમાણ કેટલું હોય છે ?
જવાબ = 7.0

40. લોખંડને કાટ લાગવાથી તેનું વજન ......
જવાબ = વધે છે

41. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે ?
જવાબ = રશિયા, સોવિયત સંઘ, USSR

42. નાણાકીય કટોકટી કઈ અનુચ્છેદ નીચે દાખલ કરાય છે ?
જવાબ = અ.નુ. 360

43. ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો છે ?
જવાબ = 545

44. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂંક થાય છે ?
જવાબ = 2

45. રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા બે સભ્યો કઈ જાતિના છે ?
જવાબ = એંગ્લો-ઇન્ડિયન

46. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે ?
જવાબ = રાજ્યસભા

47. સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે ?
જવાબ = લોકસભા

48. રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે ?
જવાબ = 250

49. રાજ્યસભાના સભ્યની મુદત કેટલાં વર્ષની હોય છે ?
જવાબ = 6

50. રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે ?
જવાબ = 1/3 સભ્યો દર બે વર્ષે

Post a Comment

0 Comments