ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

કયું પક્ષી છે જે જમીન ઉપર પગ મૂકતો નથી એવી માન્યતા છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. કોના કાન વધુ મોટા હોય છે આફ્રિકન હાથી કે એશિયાઈ હાથીના ?
જવાબ = આફ્રિકન

2. સૌથી મોટા કદનું પક્ષી કયું છે ? (અસ્તિત્વમાં હોય તેવું પક્ષી)
જવાબ = શાહમૃગ

3. સૌથી નાનું પક્ષી કયું છે ?
જવાબ = બી હમીંગ બર્ડ - (ક્યુબામાં જોવા મળે છે)

4. સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે ?
જવાબ = શાહમૃગ

5. ભારતનું સૌથી ઊંચું પક્ષી કયું છે ? (કદમાં સૌથી મોટું પક્ષી કયું છે ?)
જવાબ = સારસ ક્રેન

6. ભારતમાં સૌથી સારુ ગાયક પક્ષી કયું ગણાય છે ?
જવાબ = શામા

7. ભારતીય પક્ષીઓમાં સૌથી સારી વાતો કરતું પક્ષી કયું છે ?
જવાબ = હીલમેના (પહાડી કાબર)

8. ભારતમાં સૌથી સામાન્ય પક્ષી કયું છે ?
જવાબ = કાગડો

9. વિશ્વમાં એવું કયું પક્ષી છે જે વાઘની માફક બોલે છે અને તે કયા પ્રાપ્ત થાય છે ?
જવાબ = બિટર્ન પક્ષી (દક્ષિણ અમેરિકા)

10. વિશ્વમાં કયા પક્ષીની પાંખ નવરંગી હોય છે ?
જવાબ = વિટકા પક્ષી (ઓસ્ટ્રેલિયા)

11. કયું પક્ષી છે જે જમીન ઉપર પગ મૂકતો નથી એવી માન્યતા છે ?
જવાબ = હરિયલ પક્ષી

12. એવું કયું પક્ષી છે જે મહિનાઓ સુધી ખાધા-પીધા વગર રહી શકે છે ?
જવાબ = ધ્રુવય પેગ્વિન

13. કયા પક્ષી તેના શરીરની સાઈઝના પ્રમાણમાં સૌથી નાના ઈંડા મૂકે છે ?
જવાબ = શાહમૃગ

14. કયા પક્ષીને સૌથી મોટા ઈંડા હોય છે ?
જવાબ = શાહમૃગ

15. કયા પક્ષીને સૌથી લાંબા પીંછા હોય છે ?
જવાબ = લાંબી પૂંછડીવાળું ફાઉલ

16. કયું પક્ષી સૌથી મોટો માળો બનાવે છે ?
જવાબ = બાલ્ડ ઈગલ

17. કયું પક્ષી તેના સાઈઝના પ્રમાણમાં મોટું ઈંડુ મુકે છે ?
જવાબ = સામાન્ય કીવી

18. પક્ષીઓમાં સૌથી નબળી જ્ઞાનેન્દ્રિય કઈ છે ?
જવાબ = સુંઘવાની

19. પક્ષીઓના હાડકાં પોલા કેમ હોય છે ?
જવાબ = પોલા હાડકાંને લીધે વજન હલકું હોવાથી ઉડવામાં સરળતા રહે છે.

20. સૌથી વધુ વજનદાર ઉડતું પક્ષી કયું છે ?
જવાબ = કોરી બસ્ટાર્ડ, ગ્રેટ બસ્ટાર્ડ

21. સૌથી મોટું પાલતું પક્ષી કયું છે ?
જવાબ = પાલતું ટર્કી

22. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું છે ?
જવાબ = યુરોપિયન ઈગલ

23. ભારતમાં લુપ્ત થયેલા પક્ષીઓ કયા છે ?
જવાબ = (1) ધી માઉન્ટેન કવેલ (2) ગુલાબી માથાવાળી બતક (પીન્ક હેડેડ)

24. દુનિયામાં સૌથી વધુ ઝડપી ઉડતું પક્ષી કયું છે ?
જવાબ = અલ્પાઈન સ્પાઈન ટેઈલ્ડ સ્વીફટ

25. દુનિયામાં સૌથી મોટું શિકારી પક્ષી કયું છે ?
જવાબ = ધી એનડીયન કોનડોર

26. કયું પક્ષી પોતાનો માળો બનાવતું નથી ?
જવાબ = કુકકૂ - Cuckoo (અપવાદો બાદ કરતાં કોયલ કુળના પક્ષીઓ)

27. કયું પક્ષી હુમલા વખતે રેતીમાં સંતાઈ જાય છે ?
જવાબ = શાહમૃગ

28. પક્ષીઓનાં અભ્યાસને શું કહેવાય છે ?
જવાબ = ઓર્નીથોલોજી - Ornithology, ગ્રીકમાં લેટીન ભાષામાં પક્ષીને ઓર્નીથો કહે છે.

29. જીવસૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નહોર કોને છે ?
જવાબ = પક્ષીઓને

30. પોપટ અને પેરાકીટ વર્ગના સૌથી વધુ સભ્યો કોના છે ?
જવાબ = વાદળી અને પીળા મકાઉ (Macaw)

31. કયા પક્ષીઓની પાંખો દોડવાને બદલે તરવામાં ઉપયોગ કરે છે ?
જવાબ = પેંગ્વીન (Penguins) - જે ઉત્તમ તરવૈયો ગણાય છે.

32. કયું પક્ષી તેનું માથું 180 ડિગ્રી સુધી બંને બાજુ ફેરવી શકે છે
જવાબ = ઘુવડ

33. કયા ભારતીય પક્ષીની સૌથી પહોળી આંખો જોવા મળે છે ?
જવાબ = હિમાલયના બિયર્ડ ગીધ (Bearded Vulture)

34. કયા પક્ષીના અવાજને શબ્દોમાં "Did you do it" બોલે છે એમ કહી શકાય ?
જવાબ = ટીટોડી

35. કયા ભારતીય પક્ષીને પક્ષીઓનો પોલીસ પટેલ તરીકે ઓળખાય છે ?
જવાબ = કાળો કોશી - બ્લેક ડ્રોંગો (Black Drongo)

36. ઈજિપ્તનું ગીધ શાહમૃગના ઈંડા કેવી રીતે ખાય છે ?
જવાબ = ચાંચમાં પથથરો પકડીને ઈંડા ઉપર ફેંકી તેનું કવચ તોડી ગર્ભ ખાય છે.

37. હિન્દુ ધર્મમાં પક્ષીઓના ભગવાન તરીકે કોને માનવામાં આવે છે ?
જવાબ = ગરુડ

38. સૌથી નાનો માળો કયા પક્ષીનો હોય છે ?
જવાબ = હમીંગ બર્ડ

39. સૌથી લાંબી ચાંચ કયા પક્ષીને હોય છે ?
જવાબ = ઓસ્ટ્રેલીયન પેલીકન

40. સૌથી મોટી આંખો કયા પક્ષીની છે ?
જવાબ = શાહમૃગ

41. સૌથી નાનુ ઈંડુ કયા પક્ષીનું હોય છે ?
જવાબ = વરવેઇન હમીંગ બર્ડ

42. કયા પક્ષીની સૌથી વધુ તીક્ષ્ણ આંખોની દ્રષ્ટિ હોય છે ?
જવાબ = ફાલ્કન

43. દુનિયાનો સૌથી મોટો લક્કડખોદ કયો છે ?
જવાબ = ઈમ્પીરીયલ વુડપેકર

44. કયુ ફક્ત એક પક્ષી એવું છે જે ચુંબન પણ કરે છે ?
જવાબ = Ruppllell's Vulture

45. કયા દેશમાં સૌથી વધુ પક્ષીઓ વિનાશને આરે છે ?
જવાબ = ઈન્ડોનેશિયા

46. ચિલોત્રા (હોર્નબીલ) પક્ષીના નજીકના સગા કયા છે ?
જવાબ = હૂપો (Hoopoe)

47. પક્ષીઓ કઈ રીતે ઉભા રહે છે ?
જવાબ = Toes - પગ દ્વારા - આંગળા પર

48. બસ્ટાર્ડના નજીકના પક્ષી કયા છે ?
જવાબ = ક્રેન (Crane)

49. જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ હંસને શું કહેવાય છે ?
જવાબ = ગીઝ (Geese)

50. કંસારાના કુળના પક્ષીઓનું અંગ્રેજીમાં બારબેટ (Barbet) નામ કઈ રીતે પડયું છે ?
જવાબ = ખુલ્લા મોઢા નીચે દાઢી જેવા ઉગતા વાળને લીધે બારબેટ પક્ષી કહેવાય છે

Post a Comment

0 Comments