ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

મનુષ્યની જીભમાં કેટલી ગ્રંથિઓ હોય છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. ગિરનારમાં આવેલ સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું ?
જવાબ = રુદ્રદામા

2. ગિરનારની તળેટીમાં અશોક સિવાય બીજા કયાં શાસકોએ શિલાલેખો કોતરાવ્યા હતા ?
જવાબ = રુદ્રદામા અને સ્કંદગુપ્ત

3. રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખ કઈ ભાષામાં છે ?
જવાબ = સંસ્કૃત

4. મોર્ય, ક્ષત્રપ અને ગુપ્ત વંશોમાં ગુજરાતી રાજધાની કઈ હતી ?
જવાબ = ગિરીનગર

5. ગુજરાતનો વિગતવાર આધારભૂત ઈતિહાસ કયાં સ્થળથી શરૂ થાય છે ?
જવાબ = ભટાર્કના વલ્ભી શાસનથી

6. મૈત્રક કાળમાં વલભી કયાં ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું ?
જવાબ = બૌદ્ધ

7. મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
જવાબ = શિલાદિત્ય સાતમો

8. મૈત્રક કાળનો અંત ક્યારે આવ્યો ?
જવાબ = ઈ.સ. 788

9. ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી ?
જવાબ = ભીન્નમાલ

10. કયો પ્રદેશ 'ગુર્જર' દેશ તરીકે ઓળખાતો હતો ?
જવાબ = ભીન્નમાલની આજુબાજુનો પ્રદેશ

11. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં એસ.સી લોકોની વસ્તી કેટલા ટકા છે ?
જવાબ = 6.74%

12. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયાં જિલ્લામાં એસ.સી લોકોની સૌથી વધુ વસ્તી કયાં જિલ્લામાં છે ?
જવાબ = કચ્છ (12.37%)

13. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયાં જિલ્લામાં એસ.સી લોકોની સૌથી ઓછી વસ્તી છે ?
જવાબ = ડાંગ (0.43%)

14. વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં ગુજરાતમાં માનવ વસતીવાળા કેટલા ગામ નોંધાયા છે ?
જવાબ = 18,066

15. વર્ષ 2011 ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતાના કેટલા ટકા છે ?
જવાબ = 70.73 ટકા

16. વર્ષ 2011ની વસ્તી મુજબ ગુજરાતમાં શહેરી વસ્તી કેટલા ટકા છે ?
જવાબ = 42.52 ટકા

17. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં શહેરી લિંગ પ્રમાણ કેટલું છે ?
જવાબ = 880

18. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર કેટલો છે ?
જવાબ = 87.23 ટકા

19. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી કેટલી છે ?
જવાબ = 6,03,39,692

20. વર્ષ 2001 થી 2011 ના દશકામાં ગુજરાતમાં સૌથી વધુ વસ્તીવૃદ્ધિ દર કયાં જિલ્લાનો રહ્યો છે ?
જવાબ = સુરત (42.24%)

21. પંચાંગના પાંચ અંગો કયા છે ?
જવાબ = તિથી, વાર, નક્ષત્ર, યોગ અને કરણ

22. શ્વેતાંબર અને દિગંબર કયાં ધર્મના સંપ્રદાયો છે ?
જવાબ = જૈન

23. 'ત્યાગીને ભોગવી જાણો' કયાં ઉપનિષદની પંક્તિ છે ?
જવાબ = ઈશોપનિષદ

24. ભારતીય સંસ્કૃતિમાં શાનો સુભગ સમન્વય થયેલો છે ?
જવાબ = સત્યમ, શિવમ, સુંદરમ્

25. નક્ષત્રોની સંખ્યા કેટલી છે ?
જવાબ = 27

26. રાશિઓની સંખ્યા કેટલી છે ?
જવાબ = બાર

27. ચંદ્ર વર્ષે કેટલા દિવસનું હોય છે ?
જવાબ = 354 દિવસ

28. શક સંવતનો પ્રથમ મહિનો કયો છે ?
જવાબ = ચૈત્ર

29. વિક્રમ સવંતનો પ્રથમ મહિનો કયો છે ?
જવાબ = કારતક

30. સત્તાધાર શાને માટે જાણીતું જાણીતું છે ?
જવાબ = સંત આપા ગીગાની સમાધિ માટે

31. મનુષ્યની જીભમાં કેટલી ગ્રંથિઓ હોય છે ?
જવાબ = લગભગ 3,000

32. કયાં પ્રકારની જમીન બાંધા વગરની હોય છે ?
જવાબ = રેતાળ

33. સૌથી વધુ ઉપગ્રહો કયાં ગ્રહને છે ?
જવાબ = ગુરુ

34. સી.એન.જી. નું પૂરું નામ શું છે ?
જવાબ = કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ

35. સૂર્યમંડળના કયાં ગ્રહને ઉપગ્રહ નથી ?
જવાબ = બુધ અને શુક્ર

36. ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ?
જવાબ = ફેફસાં

37. લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે
જવાબ = ઈન્સ્યુલીન

38. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?
જવાબ = ચોવીસ

39. કુષ્ટ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે ?
જવાબ = ચામડી

40. વિશ્વનો પ્રથમ માનવસર્જિત ઉપગ્રહ કયો ?
જવાબ = સ્પુટનિક

41. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે ?
જવાબ = સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને

42. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર નથી ?
જવાબ = બંને અને ગૃહના નિમાયેલા સભ્યો અને વિધાનપરિષદના સભ્યોને

43. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે ?
જવાબ = લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો

44. ઓપેક સંગઠનનું કાર્ય શું છે ?
જવાબ = ક્રુડ ઓઈલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું

45. રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે ?
જવાબ = ઉપરાષ્ટ્રપતિ

46. વડાપ્રધાનની નિમણૂંક કોણ છે ?
જવાબ = રાષ્ટ્રપતિ

47. મંત્રીમંડળ કોને જવાબદાર છે ?
જવાબ = લોકસભા

48. મંત્રીમંડળના સભ્યોની નિમણૂંક કોણ જ કરે છે ?
જવાબ = રાષ્ટ્રપતિ

49. કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે ?
જવાબ = વડાપ્રધાન

50. કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવું પડે ?
જવાબ = 6 માસ

Post a Comment

0 Comments