કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.
1. ગાંધીજી કયાં સાપ્તાહિકો ચલાવતાં હતા ?
જવાબ = નવજીવન અને યંગ ઈન્ડિયા
2. ઢસાના કયાં રાજવીએ ગાદી ત્યાગ કરીને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
જવાબ = દરબાર ગોપાળદાસ
3. બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?
જવાબ = દરબાર ગોપાળદાસ
4. બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?
જવાબ = વલ્લભભાઈ પટેલ
5. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
જવાબ = ઈ.સ. 1928
6. કયાં સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને 'સરદાર' ની ઉપાધિ મળી ?
જવાબ = બારડોલી સત્યાગ્રહ
7. દેશમાં સૌ પ્રથમ સ્વાતંત્ર્યદિનની ઉજવણી ક્યારે કરવામાં આવી ?
જવાબ = 26 મી જાન્યુઆરી, 1930
8. ગાંધીજીએ દાંડીમાર્ચની શરૂઆત ક્યારે કરી હતી ?
જવાબ = 12 માર્ચ, 1930
9. ગાંધીજીએ કેટલા સાથીઓ સાથે દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો ?
જવાબ = 78
10. ગાંધીજી કઈ તારીખે દરિયાકિનારેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો ?
જવાબ = 6 એપ્રિલ, 1930
11. ગુજરાતનું એકમાત્ર મહાબંદર કયું છે ?
જવાબ = કંડલા
12. ગુજરાતનાં કયાં જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં સાગ થાય છે ?
જવાબ = વલસાડ
13. ગુજરાતમાં રેયોન ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે ?
જવાબ = સુરત
14. ગુજરાતનો સૌથી વધુ લેવાતો ધાન્ય પાક કયો છે ?
જવાબ = ઘઉં, ડાંગર, બાજરી
15. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે ?
જવાબ = 308
16. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું છે ?
જવાબ = 919
17. વર્ષ 2001 થી 2011ના દશકામાં ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર કેટલા ટકા રહ્યો છે ?
જવાબ = 19.28 ટકા
18. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં ગ્રામીણ સાક્ષરતા કેટલા ટકા છે ?
જવાબ = 71.7 ટકા
19. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી ઓછી સ્ત્રી નિરક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે ?
જવાબ = સુરત
20. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયાં જિલ્લામાં સ્ત્રી-પુરુષ સાક્ષરતામાં સૌથી વધુ અંતર રહેલું છે ?
જવાબ = બનાસકાંઠા
21. રીચર્ડ એડનબરોની 'ગાંધી' ફિલ્મમાં 'રઘુપતિ રાઘવ' ભજન ગાનાર ગુજરાતી ગાયક કોણ છે ?
જવાબ = આસિત દેસાઇ
22. ઝવેરીલાલ મહેતાનું નામ કયાં ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = ફોટો જર્નાલિઝમ
23. કોન્ટેમ્પોરરી આર્ટ ગેલેરી કયાં આવેલી છે ?
જવાબ = અમદાવાદ
24. 'મેરે તો ગિરિધર ગોપાલ' કોની પંક્તિ છે ?
જવાબ = મીરાબાઈની
25. 'વૈષ્ણવજન તો તેને કહીયે' કોની પંક્તિ છે ?
જવાબ = નરસિંહ મહેતાની
26. નર્મદાને કયાં નામે ઓળખવામાં આવે છે ?
જવાબ = રેવા
27. સાત મોક્ષદાયિની નગરીઓમાં ગુજરાતની કઇ નગરીનો સમાવેશ થાય છે ?
જવાબ = દ્વારકા
28. પુરાણોની સંખ્યા કેટલી છે ?
જવાબ = અઢાર
29. ગાયત્રી મંત્રમાં કોની ઉપાસના કરવામાં આવી છે ?
જવાબ = સૂર્ય
30. હનુમાન ચાલીસાના રચયિતા કોણ છે ?
જવાબ = તુલસીદાસ
31. એક નોટિકલ માઈલ બરાબર ........
જવાબ = 1.85 કી.મી.
32. IBM શું છે ?
જવાબ = કંપની
33. લાફિંગ ગેસ તરીકે શું ઓળખાય છે ?
જવાબ = નાઈટ્રસ ઓકસાઈડ
34. કયાં ગ્રહને સૂર્યની પ્રદક્ષિણા કરતાં સૌથી ઓછો સમય લાગે છે ?
જવાબ = બુધ
35. સૌથી ચમકતો તારો કયો છે ?
જવાબ = સાઈરસ
36. નરી આંખે જોઈ શકાય તેવો દૂરનો ગ્રહ કયો છે ?
જવાબ = શનિ
37. રૂમેટીઝમ રોગ શરીરના કયાં અંગને પ્રભાવિત કરે છે ?
જવાબ = સાંધા ને
38. ત્રિગુણી રસી કયાં રોગ ના રક્ષણ માટે નથી ?
જવાબ = ટાઈફોઈડ
39. જળવાયુ કયા બે વાયુઓનું મિશ્રણ છે ?
જવાબ = કાર્બન મોનોક્સાઈડ+હાઈડ્રોજન
40. ફોસ્ફરસની ખામીથી કયો રોગ થાય છે ?
જવાબ = રીકેટ્સ
41. કઈ અનુચ્છેદ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે ?
જવાબ = અનુચ્છેદ 368
42. બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો ?
જવાબ = 1951માં
43. બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું તેમ ગણાય છે ?
જવાબ = 42 મો
44. કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે ?
જવાબ = ઉત્તર પ્રદેશ
45. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે ?
જવાબ = કમળ
46. આપણું રાષ્ટ્રીય સૂત્ર કયું છે ?
જવાબ = સત્યમેવ જયતે
47. આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે ?
જવાબ = હિન્દી
48. 'સત્યમેવ જયતે' કયા ઉપનિષદમાંથી લેવાયેલું છે ?
જવાબ = મુંડક
49. ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ = ડો. આંબેડકર
50. 'સમાજવાદી', 'બિનસાંપ્રદાયિક' શબ્દો બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા છે ?
જવાબ = 42 મો
0 Comments