કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.
1. પેન્ગોલીન (કીડીખાઉ) તેના બચ્ચાંને કેવી રીતે લઈ જાય છે ?
જવાબ = પૂંછડી દ્વારા
2. ભારતીય શાહૂડીનો પ્રિય ખોરાક કયો છે ?
જવાબ = હરણના ખરી ગયેલાં શીંગડા
3. મોટા પોન્ડાનો ફક્ત એક જ ખોરાક કયો છે ?
જવાબ = વાંસના કુમળા ડાળી / પાન
4. બિલાડી કુળના કયા પ્રાણીના પોતાના પંજા સંકોરી શકતું હોવા છતાં તેના નખ ખુલ્લા રહે છે ?
જવાબ = ચિત્તો
5. ઝાડ ઉપર સહેલાઈથી ચડી શકતું હિંસક પ્રાણી કયો છે ?
જવાબ = દીપડો
6. વાઘની આઠ પ્રજાતિ પૈકી કેટલા વિનાશને આરે કે વિનાશ થયેલ છે ?
જવાબ = ત્રણ
7. ઘોડાની કઈ જાતિ વિનાશને આરે છે ?
જવાબ = Bard અને Asiatic Wild Horse
8. મેઝોઈક યુગમાં કયા સસ્તન પ્રાણી મુખ્યત્વે જોવા મળતા હતા ?
જવાબ = Marsupials- ધાનીધારી
9. માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જડબું કોનુ માનવામાં આવે છે ?
જવાબ = ઝરખ
10. શારીરિક પીડાથી મનુષ્યની માફક રડતું પ્રાણી કહ્યું છે ?
જવાબ = રીંછ
11. વાઘ / સિંહ ઘાસ ખાય ?
જવાબ = હા (ક્યારેક પાચનમાં મદદરૂપ થવા)
12. ચામાચીડિયા કે કાનકડિયા ઉડે છે, તેને પક્ષી ગણાય ?
જવાબ = ચામાચીડિયા કે કાનકડિયા એ સસ્તન વર્ગના પ્રાણી છે પરંતુ પક્ષી નથી.
13. કયું પ્રાણી સૌથી લાંબુ છે ?
જવાબ = પ્રાણીજગતનું સૌથી લાંબુ પ્રાણી "લાયન્સ જોન જેલીફિશ" સમુદ્રમાં જોવા મળે છે જેની લાંબાઈ 60મી. સુધીની નોંધાયેલ છે.
14. પ્રાણીઓમાં હું સિંહ છું, એવું કોણે કહ્યું છે ?
જવાબ = ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદગીતામાં કહ્યું છે.
15. અર્ધનર તથા અર્ધ - સિંહ સ્વરૂપ હિન્દુ દેવતા કયા છે ?
જવાબ = નરસિંહ અવતાર
16. આપણા દેશની રાષ્ટ્રીય મુદ્રામાં કયાં પ્રાણીનું ચિહ્ન છે ?
જવાબ = સિંહ
17. ભારતીય રિઝર્વ બેંકનાં ચિહ્નોમાં કયા પાણીનું ચિહ્ન છે ?
જવાબ = સિંહ
18. કયા દેશના રાષ્ટ્રધ્વજમાં સિંહના ચિહ્નને સ્થાન છે ?
જવાબ = શ્રીલંકા
19. હિંસક પ્રાણીદર્શન માટે કઈ સફારી આદર્શ સ્થળ છે ?
જવાબ = કેનિયમ સફારી
20. વાહનો માટે કયા પ્રાણીઓના નામ અપાય છે ?
જવાબ = પેન્થર, કબ, કાવાસાકી
21. એશિયાટિક લાયનનું છેલ્લું નિવાસસ્થાન કયું ગણાય છે ?
જવાબ = ગીરનું જંગલ
22. ગુજરાતમાં વાઘ નામશેષ થયાં બાદ કઈ પ્રજાતિની વસ્તી ખૂબ જ ઓછી થઈ રહી છે ?
જવાબ = હેણોતરો અને રણબિલાડી
23. શિવસેનાનાં પ્રતિકમાં કયાં પ્રાણીનું ચિહ્ન છે ?
જવાબ = વાઘ
24. પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીનું હોય છે ?
જવાબ = હાથી
25. સિંહ અને વાઘણનાં સંકરણ થી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે ?
જવાબ = લાઈગર
26. સિંહણ અને વાઘના સંકરણ થી કઈ નવી સંકરણ પ્રજાતિ વિકસી છે ?
જવાબ = ટાઈલોન
27. બંગાળનું સુંદરવન શેના માટે પ્રસિદ્ધ છે ?
જવાબ = વાઘ
28. ભારતદેશ નામ પડયું તે ભરત રાજા કોની જોડે બાળપણમાં રમતાં હતા ?
જવાબ = સિંહ સાથે
29. બિલાડી કુળના પ્રાણીઓમાં કયું એવું પ્રાણી છે, જેની પૂંછડીના છેડા ઉપર વાળનો ગુચ્છ આવેલ છે ?
જવાબ = સિંહ
30. કયુ પ્રાણી 15 ફૂટ ઉંચો કૂદકો મારી શકે છે, તેમજ પાછળની દિશામાં પણ કૂદકો મારી શકે છે ?
જવાબ = વરૂ
31. જંગલી કૂતરામાં ગર્ભધારણ સમય કેટલો હોય છે ?
જવાબ = 60 થી 62 દિવસ
32. જગતમાં સૌથી વિરલ ગણાતું પ્રાણી કયું છે ?
જવાબ = એશિયાઈ કાળું રીંછ
33. ભારતનું સૌથી નાનું રીંછ કયું છે ?
જવાબ = સન બીયર
34. ભારતમાં સૌથી વધુ ઊંચાઈએ કયું રીંછ રહે છે ?
જવાબ = હિમાલયન "બ્રાઉન બિયર"
35. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં કયો રીંછ જોવા મળે છે ?
જવાબ = સ્પેકટેકલ્ડ બિયર
36. સ્લગ અને ગોકળગાય કઈ રીતે શ્વાસ લે છે ?
જવાબ = શરીરના બહારના ભાગ ઉપર ફેફસા ખુલીને શ્વાસ લે છે.
37. ચિત્તાની દોડવાની સરેરાશ ઝડપ કેટલી છે ?
જવાબ = 105 કિ.મી.
38. સિંહ વધુમાં વધુ કેટલી ઝડપથી દોડી શકે છે ?
જવાબ = 80 કિ.મી.
39. સિંહનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે ?
જવાબ = 18 વર્ષ
40. સૌથી મોટી ઉંમરના કાચબાને કયા ઝૂમાં રાખવામાં આવેલ હતો ?
જવાબ = કલકત્તા
41. ચાર માંસાહારી વન્યપ્રાણીઓના નામ લખો.
જવાબ = વાઘ. વણીયર. નોળિયો, વરુ
42. ચાર તૃણાહારી વન્યપ્રાણીઓના નામ લખો.
જવાબ = વાનર, સસલું, સાબર, કાળીયાર
43. પૃથ્વી પરનો સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે ?
જવાબ = માનવ
44. વાઘ કયા કુળનું પ્રાણી છે ?
જવાબ = બિલાડી (Felidae)
45. બિલાડી કુળનું મોટામાં મોટું પણ પ્રાણી કયું ?
જવાબ = વાઘ
46. પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તન પ્રાણી કયું ?
જવાબ = બ્લુ વહેલ
47. વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
જવાબ = સસ્તન
48. વાઘને કાળી પટ્ટીયો / લાઈન કેમ હોય છે ?
જવાબ = વાઘ એ ગાઢ જંગલોનું પ્રાણી છે તથા નજીકથી શિકાર કરે છે, ડાળીઓવાળા વિસ્તારમાં ભળી જવા સારું (કેમોફલાજ) તેના શરીર પર કાળી પટ્ટીયો હોય છે.
49. સિંહ પ્રજાતિ અન્ય બિલાડી કુળની પ્રજાતિ કઈ રીતે જુદી પડે છે ?
જવાબ = સિંહ પ્રાણીમાં પુખ્ત શરીર પર ટપકાં કે પટ્ટા હોતા નથી. સમૂહમાં રહે છે.
50. દિવસ દરમિયાન સિંહ મુખ્યત્વે કઈ કામગીરી કરે છે ?
જવાબ = સિંહ દિવસ દરમિયાન મુખત્વે ઊંઘે છે
0 Comments