કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.
1. હુમાયુએ અમદાવાદ પર કેટલા સમય સુધી શાસન ચલાવ્યું ?
જવાબ = નવ માસ
2. અમદાવાદના કયો વેપારી મુઘલ શાસકો પર સારો પ્રભાવ ધરાવતા હતા ?
જવાબ = શાંતિલાલ ઝવેરી
3. અમદાવાદમાં પહેલી ગુજરાતી નિશાળ ક્યારે સ્થપાઈ હતી ?
જવાબ = ઈ.સ. 1826
4. ભારતમાં કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતનાં કેટલા રાજ્યોનો સમાવેશ થતો હતો ?
જવાબ = 366
5. સૌરાષ્ટ્રમાં પહેલ કોલેજ કયાં અને ક્યારે સ્થાપવામાં આવી હતી ?
જવાબ = 1884માં શામળદાસ કોલેજ, ભાવનગરમાં
6. ગુજરાતમાં પેશવાઈ શાસનનો અંત ક્યારે આવ્યો ?
જવાબ = ઈ.સ. 1818
7. સુરતમાં એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
જવાબ = ઈ.સ. 850
8. 1857ના સંગ્રામના કયાં નેતાએ છોટા ઉદેપુર પર કબજો જમાવ્યો હતો ?
જવાબ = તાત્યા ટોપે
9. ગુજરાતમાં 'સ્વતંત્રાતા' નામનું અખબાર કોણ ચલાવતું હતું ?
જવાબ = ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ
10. ગુજરાતમાં 'પ્રજાહિત વર્ધક સભા' ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ = ડો. હરિ હર્ષદ ધ્રુવ અને ઊકાભાઇ પરભુદાસે
11. ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે ?
જવાબ = ગાંધીનગર
12. ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયાં કટિબંધમાં આવેલો છે ?
જવાબ = ઉષ્ણ કટિબંધમાં
13. જિલ્લાઓની નવરચના બાદ ગુજરાતનાં કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે ?
જવાબ = 15
14. વર્ષ-2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો કેટલા છે ?
જવાબ = 31
15. ગુજરાતનાં કયાં જિલ્લામાં સૌથી વધુ લંબાઈના રાજ્ય ધોરીમાર્ગો છે ?
જવાબ = કચ્છ 42.19% (1581 કિ.મી.)
16. ગુજરાતમાં સૌપ્રથમ ગોકુળિયું ગામનો દરજ્જો મેળવનાર ગામ કયું છે ?
જવાબ = રાયસણ, જિ. ગાંધીનગર
17. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધાઈ કેટલાં વિસ્તારમાં ફેલાયેલો છે ?
જવાબ = 2.41 ચો. કિ.મી.
18. ગુજરાતની આંતરરાષ્ટ્રીય સીમા કેટલાં કિલોમીટર લંબાઈ ધરાવે છે ?
જવાબ = 512 કિ.મી.
19. કચ્છનો રણવિસ્તાર કેટલા ચો. કિ.મી. માં પથરાયેલો છે ?
જવાબ = 27,200 ચો. કિ.મી.
20. ગુજરાત રાજ્યની પ્રથમ બહુહેતુક યોજના કઇ છે ?
જવાબ = ઉકાઈ યોજના
21. દર્શના ઝવેરીનું નામ કયાં નૃત્ય માટે જાણીતું છે ?
જવાબ = મણિપુર નૃત્ય
22. અમદાવાદમાં 'નૃત્ય ભારતી' સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ = ઇલાક્ષી ઠાકોર અને અરુણ ઠાકોર
23. ઇલાક્ષી ઠાકોર કયાં નૃત્ય સાથે સંકળાયેલા છે ?
જવાબ = ભરતનાટ્યમ અને કુચિપુડી
24. અમદાવાદમાં નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાંન્સ ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ = સ્મિતા શાસ્ત્રી
25. ધાર્મિકલાલ પંડ્યા કઈ રીતે જાણીતા છે ?
જવાબ = આધુનિક માણભટ્ટ
26. નવ સિંહોને પાણી પીતા તસવીરમાં ઝડપનાર પ્રાણીવિદ કોણ છે ?
જવાબ = સુલેમાન પટેલ
27. નારાયણ સ્વામી કઈ રીતે જાણીતા છે ?
જવાબ = સંતવાણીના સમ્રાટ, ભજનિક
28. નંદન મહેતાનું નામ કયાં વાધ સાથે જોડાયેલું છે ?
જવાબ = તબલાં
29. સાક્ષાત સરસ્વતીનું બિરુદ કોને આપવામાં આવ્યું હતું ?
જવાબ = શ્રીમદ રાજચંદ્ર
30. પૂજ્ય મોટાનું નામ શું હતું ?
જવાબ = ચુનીલાલ આશારામ ભગત
31. મતદાન માટે વાપરવામાં આવતી શાઈમાં શાનો ઉપયોગ થાય છે ?
જવાબ = સિલ્વર નાઈટ્રેટ
32. કરોડ વગરનું પાણીઓ કયાં છે ?
જવાબ = અળસિયું, કીડી, વીંછી
33. આઠ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ = કરોળિયો
34. કયાં રંગના પ્રકાશની તરંગલંબાઈ સૌથી વધુ હોય છે ?
જવાબ = લાલ
35. દરિયાકાંઠાની નજીકના પાણીની સપાટીમાં દિવસમાં કેટલી વખત વધઘટ થાય છે ?
જવાબ = બે
36. બળતણના દહન માટે શાની હાજરી અનિવાર્ય છે ?
જવાબ = ઓક્સિજન
37. સૌરમંડળમાં સૂર્યની નજીકના ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને શું કહે છે ?
જવાબ = પાર્થિવ ગ્રહો
38. કયાં ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગતો દેખાય છે ?
જવાબ = શુક્ર
39. બ્રહ્માંડમાં તારો તારાઓની કુલ સંખ્યા કેટલી છે ?
જવાબ = 1022
40. હવામાનની જાણકારી સંબંધે ભારતે કયો ઉપગ્રહ તરતો મૂક્યો છે ?
જવાબ = METSAT
41. 'જનગણમન' રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે ?
જવાબ = પ્રથમ
42. આપણું રાષ્ટ્રીયગીત કયું છે ?
જવાબ = વંદેમાતરમ્
43. વંદેમાતરમ્ ના રચયિતા કોણ છે ?
જવાબ = બંકિમચંદ્ર ચેટ્ટોપાધ્યાય
44. વંદેમાતરમ્ કયા પુસ્તકમાંથી લેવાયેલું છે ?
જવાબ = આનંદમઠ
45. સૌપ્રથમવાર રાષ્ટ્રીયગાન ક્યારે ગવાયું હતું ?
જવાબ = 1911માં
46. કાનૂન બદલવાની સત્તા કોને છે ?
જવાબ = સંસદને
47. સંસદમાં ખરડો રજૂ કરતાં પહેલાં કોની મંજૂરી લેવી પડે ?
જવાબ = સ્પીકરની
48. અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને છે ?
જવાબ = સંસદને
49. વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે ?
જવાબ = રાષ્ટ્રપતિને
50. સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા કેટલી હોય છે ?
જવાબ = 31
0 Comments