ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી કયું છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. ભૂમિ ઉપર ભારતનું બીજા નંબરનું સૌથી મોટું પ્રાણી કયું છે ?
જવાબ = એક શિંગડાવાળો ગેંડો (One horned Rhinoceros)

2. યાક કઈ જગ્યાએ જોવા મળે છે ?
જવાબ = લડાખ - ભારત તથા તિબેટ

3. નોળિયાને કયા દેશમાં તેનું મૂળ રહેઠાણ માનવામાં આવે છે ?
જવાબ = આફ્રિકા

4. દુનિયામાં કયા દેશમાં સૌથી મોટા વીંછી જોવા મળે છે ?
જવાબ = ભારત

5. કયા એકકોષી જીવથી મરડો થાય છે ?
જવાબ = એન્ટોમીબા (Entamoeba)

6. કયા એકકોષી જીવથી મલેરિયા થાય છે ?
જવાબ = પ્લાઝમોડિયમ

7. અળશિયામાં નરની સંખ્યા વધુ હોય છે કે માદાની ?
જવાબ = કોઈની નહી. અળશિયા (Hermophrodite) ઉભય લિંગી છે.

8. કિટકો તથા પ્રાણીઓ નર કે માદાને શોધવા સંવનન માટે કઈ જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરે છે ?
જવાબ = સુંઘવાની (ધ્રાણેન્દ્રિય)

9. શબ્દકોષમાં સૌ પ્રથમ કયું પ્રાણી આવે છે ?
જવાબ = આર્ડવાર્ક (Aardvark) - ઉધઈ ખાનારૂં આફ્રિકાનું એક નિશાચર સસ્તન પ્રાણી

10. "પક્ષી જગત" નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
જવાબ = પ્રદ્યુમન કંચનરાય દેસાઈ

11. પ્રખ્યાત પક્ષીવિદ ડો. સલીમઅલીની આત્મકથાનું નામ જણાવો.
જવાબ = ફોલ ઓફ ધી સ્પેરો (Fall of the Sparrow)

12. વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે ?
જવાબ = જર્મનીના બર્લિન શહેરનું પ્રાણી સંગ્રહાલય.

13. જૂનાગઢ ખાતેના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?
જવાબ = ઈ.સ. 1863માં, જે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે.

14. ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ કયું છે ?
જવાબ = કચ્છ રણ અભ્યારણ. વિસ્તાર 7506.22 ચો.કિ.મી.

15. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
જવાબ = વર્ષ 1975

16. ભારતમાં પ્રકૃતિ શિક્ષણ માટે એક માત્ર અભ્યારણ્ય કયાં છે ?
જવાબ = હિંગોલગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય. જે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલું છે.

17. બોમ્બે નેચરલ હિસ્ટ્રરી મ્યૂઝિયમના મુખપત્રનું નામ કયું છે ?
જવાબ = હોર્નબીલ

18. W.W.F. ના પ્રતિકમાં કયા પ્રાણીનું ચિન્હ છે ?
જવાબ = પાન્ડા - હિમાલયન પાન્ડા.

19. કુતરા સિવાય બીજા કયા પ્રાણી કરડવાથી હડકવા થઈ શકે ?
જવાબ = વરૂ. રીંછ, શિયાળ, ચામાચિડીયું વગેરે.

20. પ્રાણી જગતમાં સૌથી હાનિકારક પ્રાણી કયું છે ?
જવાબ = સામાન્ય ઘરમાખી.

21. ગુજરાતમાં કેટલા અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ?
જવાબ = 23 અભયારણ્ય અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો જાહેર કરવામાં આવ્યા છે.

22. હાડકા વગરનું સૌથી મોટું પ્રાણી કયું છે ?
જવાબ = ધી જાયન્ય સ્કવીડ (The Giant Squid) - રંગારો -  દરિયાઈ જીવ છે

23. પ્રાણી જગતમાં સૌથી મોટી આંખો કોને હોય છે ?
જવાબ = ધી જાયન્ય સ્કવીડ (The Giant Squid)

24. દુનિયાનું સૌથી લાંબુ પ્રાણી કયું ?
જવાબ = સિબાલ્ડસ રોરક્વીલ

25. ભારતનું પ્રથમ કન્ઝરવેશન રીઝર્વ કયાં આવેલ છે ?
જવાબ = છારીઢંઢ વેટલેન્ડ - કચ્છ

26. ઉડતી ખિસકોલી ખરેખર ઉડે છે ખરી ?
જવાબ = ના, ખરેખર ખિસકોલી એક ઝાડ પરથી બીજા ઝાડ પર છલાંગ મારે છે.

27. જાયન્ટ પાંન્ડા શું ખાય છે ?
જવાબ = વાંસ ખાય છે.

28. દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે ?
જવાબ = હાથી

29. સૌથી ઊંચું પ્રાણી કયું છે ? (સૌથી લાંબુ ગળુ કયા પ્રાણીનું હોય છે?)
જવાબ = જીરાફ - 4 થી 5 મીટર ઉચાઈ ધરાવે છે.

30. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે ?
જવાબ = ગાલાપાગોસ કાચબો

31. ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે ?
જવાબ = ચિત્તો (Cheetah) કલાકના 95 કિ.મી.ની ઝડપે દોડી શકે છે.

32. લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે ?
જવાબ = પ્રોગહોર્ન એન્ટીલોપ

33. સૌથી લાંબા શીગડા ધરાવતું જીવંત પાણી કયું છે ?
જવાબ = બળદ

34. કયા સસ્તન પ્રાણીનાં લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે ?
જવાબ = પાલતું બકરી

35. કયા સસ્તન પ્રાણીનાં લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે ?
જવાબ = સ્પાઈની સેન્ટલર

36. દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું ગણાય છે ?
જવાબ = હોગ-નોઝડ બેટ (hog-nosed bat) વજન 1.5 ગ્રામ પાંખનો ફેલાવો 16 સે.મી. જેટલો હોય છે.

37. દુનિયામાં સૌથી નાના વાનરનું નામ કયું છે ?
જવાબ = પીગ્મી મારમોસેટ (Monkey)

38. કયું પ્રાણી વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચાં પેદા કરે છે ?
જવાબ = સસલા

39. સસ્તન પ્રાણીઓની વિશ્વમાં કેટલી જાતો જાણીતી છે ?
જવાબ = 5,096 જાતો

40. ભારતનું સૌથી મોટા કદનું હરણ કયું છે ?
જવાબ = સાંભળ - સાબર - ગુજરાતમાં ફક્ત ગીરમાં જોવા મળે છે.

41. કયા પ્રાણીને સૌપ્રથમ અવકાશમાં મોકલવામાં આવેલ હતું ?
જવાબ = કૂતરો

42. કયા પ્રાણીને ચાર ઢિંચણ હોય છે ?
જવાબ = હાથી

43. વર્ષ 2005ની સિંહની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલ છે ?
જવાબ = કુલ 359

44. વાઘ, સિંહ, દિપડા તથા ચીત્તા પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી કયું છે ?
જવાબ = વાઘ 180 થી 258 કિલો

45. સિંહના ચાર પગના કેટલા નહોર (નખ) હોય છે ?
જવાબ = કુલ 18 નખ

46. શિવનું વાહન કયું છે ?
જવાબ = પોઠીયો - નંદી

47. અંબાજી માતાનું વાહન કયું છે ?
જવાબ = વાઘ

48. ઈન્દ્રનું વાહન કયું છે ?
જવાબ = હાથી

49. યમનું વાહન કયું છે ?
જવાબ = પાડો

50. સૌથી લાંબો ઝેરી સાપ કયું છે ?
જવાબ = કિંગ કોબરા

Post a Comment

0 Comments