ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. પવિત્ર અને ન્યાયપ્રિય સુલતાન તરીકે કોની ગણના થાય છે ?
જવાબ = મુઝફ્ફરશાહ બીજો

2. અમદાવાદ શહેરની સ્થાપના કયારે થઈ હતી
જવાબ = ઈ.સ. 1411

3. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડનાર કોણ હતું ?
જવાબ = અહમદશાહ

4. ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો ?
જવાબ = અહમદશાહ

5. આશાવલનું નામ બદલીને કર્ણાવતી કોણે કર્યું ?
જવાબ = કર્ણદેવ સોલંકી

6. અમદાવાદ શહેરમાં પ્રથમ પગ મુકનાર મોગલ બાદશાહ કોણ હતો ?
જવાબ = હુમાયુ

7. અમદાવાદને 'ધૂળિયું શહેર' તરીકે કોણે વર્ણવ્યું હતું ?
જવાબ = જાહાંગીર

8. અકબરે ગુજરાત પર ચડાઈ ક્યારે કરી હતી ?
જવાબ = ઈ.સ. 1572

9. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ = દાહોદ

10. ઓતિયો અને ગોધિયો નામના ચાડિયાઓ કયાં સુબના સમયમાં અમદાવાદની પ્રજાને રંજાડતા હતા ?
જવાબ = રાઘુ રામચંદ્ર

11. ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ કેટલા ટકા જમીન જેટલો ભાગ ધરાવે છે ?
જવાબ = 6 ટકા

12. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે ?
જવાબ = મધ્યસ્થ ગ્રંહાલય - વડોદરા

13. ગુજરાતની વાયવ્ય સરહદે શું આવેલું છે ?
જવાબ = પાકિસ્તાન

14. ભારતમાં સૌ પ્રથમવાર રાંધણ ગેસ પૂરો પાડવાની યોજના કયાં રાજ્યમાં શરૂ થઈ ?
જવાબ = ગુજરાત

15. ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય કયું છે ?
જવાબ = કચ્છનું રણ અભ્યારણ્ય

16. ગુજરાતમાં કેટલા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ?
જવાબ = 23 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો

17. ગુજરાતનું કયું મંદિર કર્કવૃત્ત પર આવેલું છે ?
જવાબ = મોઢેરાનું સૂર્યમંદિર

18. ગુજરાતમાં કયાં પ્રકારની આબોહવા છે ?
જવાબ = મોસમી

19. ગુજરાતમાં કયાં જિલ્લા માં સૌથી ઓછાં ગામડાં છે ?
જવાબ = પોરબંદર

20. ગુજરાતનો સૌથી પહોળો પુલ કયો છે ?
જવાબ = નહેરુ પુલ, સાબરમતી નદી પર, અમદાવાદ

21. અશોકના શિલાલેખો ઉકેલવામાં સફળતા મેળવનાર પુરાતત્ત્વવિદનું નામ શું છે ?
જવાબ = ભગવાનલાલ ઈન્દ્રજી

22. અંજલિ મેઘનું નામ કયાં નૃત્ય સાથે સંકળાયેલું છે ?
જવાબ = ભરતનાટ્યમ

23. સૌ પ્રથમ ગુજરાતી એનસાઇકલોપીડિયા કોને બહાર પાડ્યો હતો ?
જવાબ = રતનજી ફરામજી શેઠ

24. પર્યુષણ કયાં ધર્મનાં લોકોના તહેવાર છે ?
જવાબ = જૈન

25. ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ કોણ ?
જવાબ = ફરદુજી મર્જબાન

26. સસ્તું સાહિત્યવર્ધક સંસ્થાનાં સ્થાપક કોણ હતા ?
જવાબ = ભિક્ષુ અખંડાનંદ

27. કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્માનું ઉપનામ શું છે ?
જવાબ = ચકોર

28. અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરનાં સ્થાપક કોણ હતા ?
જવાબ = બાલકૃષ્ણ દોશી

29. સોમાલાલ શાહનું નામ કયાં ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = ચિત્રકલા

30. ઈ.સ. 1893માં શિકાગો ખાતે ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
જવાબ = વિરચંદ રાઘવજી ગાંધી

31. રસોઈ બનાવવામાં વપરાતો ગેસ મુખ્યત્વે ....... છે ?
જવાબ = મિથેન

32. લીંબુમાં કેવા પ્રકારનો એસિડ હોય છે ?
જવાબ = સાઈટ્રિક એસિડ

33. માનવનિર્મિત પ્રથમ કૃત્રિમ રેશા ......
જવાબ = નાયલોન

34. હાઇડ્રોજન ને સળગાવાથી શું બનશે ?
જવાબ = પાણી

35. સોડા વોટર બનાવવા માટે કયાં વાયુનો ઉપયોગ થાય છે ?
જવાબ = કાર્બન ડાયોક્સાઇડ

36. લોખંડનો કાટ રોકવા શાનો ઉપયોગ થાય છે ?
જવાબ = જિંક

37. 22 કેરેટ સોનાની શુદ્ધતા કેટલી છે ?
જવાબ = 92%

38. બાયોડિઝલ બનાવવા માટે કયાં છોડનો ઉપયોગ થાય છે ?
જવાબ = જેટ્રોફા

39. ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો વાયુ લીક થયો હતો ?
જવાબ = મિથાઈલ આઈસોસાઈનેટ

40. આંસુ ગેસનું રાસાયણિક નામ શું છે ?
જવાબ = ક્લોરો એસીટોફીનોન

41. લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો ફોરમ માટે હાજર હોવા જોઈએ ?
જવાબ = 1/10

42. લોકસભાની સમિતિના સભ્યોની નિમણુંક કોણ કરે છે ?
જવાબ = સ્પીકર

43. બિઝનેસ એડવાઈઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય છે ?
જવાબ = 15

44. રાજ્યપાલની નિમણુક કોણ કરે છે ?
જવાબ = રાષ્ટ્રપતિ

45. રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે છે ?
જવાબ = 5

46. રાજ્યપાલ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ?
જવાબ = 35

47. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિષેની અનુચ્છેદ બંધારણના કયા પરિશિષ્ટમાં છે ?
જવાબ = 12માં

48. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે ?
જવાબ = રાજ્યના મુખ્યન્યાયમૂર્તિ

49. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે ?
જવાબ = રાજ્યપાલ

50. વિધાનપરિષદ કઈ અનુચ્છેદ નીચે સ્થપાય છે ?
જવાબ = અનુચ્છેદ 169

Post a Comment

0 Comments