ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ડાઈનાસોરનો અર્થ શો છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
જવાબ = વાઘ (Tiger)

2. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
જવાબ = મોર (Indian Peafowl)

3. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે ?
જવાબ = કમળ (Lotus)

4. ગુજરાતનો રાજ્ય પ્રાણીનું નામ શું છે ?
જવાબ = સિંહ - Asiatic Lion

5. ગુજરાતનો રાજ્ય પક્ષીનું નામ શું છે ?
જવાબ = સુરખાબ - હંજ (ફ્લેમિંગો) - Flamingo

6. વર્લ્ડ વાઈડ ફંડ નેચરનું મુખ્ય મથક કયું છે ?
જવાબ = ગ્લાન્ડ (Gland) - સ્વીટ્ઝરલેન્ડ

7. ભારતના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જણાવો ?
જવાબ = જીમ કોર્બોટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાંચલ

8. ભારતમાં વાઘ પરિયોજના કયારે શરૂ કરવામાં આવી ?
જવાબ = વર્ષ 1972માં વાઘ પરિયોજના હેઠળ 23 રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો સ્થાપવામાં આવ્યા છે.

9. અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
જવાબ = બાલ્ડ ઈગલ

10. ક્યું વન્યપ્રાણી પોતાના મારણને ઝાડ ઉપર મૂકી બીજી વખત ભક્ષણ માટે ઉપયોગ કરે છે ?
જવાબ = દીપડો (પેન્થર) - Leopard or Panther

11. ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
જવાબ = કાંગારૂ

12. ન્યુઝિલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?
જવાબ = કી.વી (આ પક્ષી ઉડી શકતું નથી.)

13. પંજાબ રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે ?
જવાબ = ઈસ્ટર્ન ગોશ્હોક

14. પંજાબનું રાજ્ય પ્રાણી કયું છે ?
જવાબ = કાળિયાર (Black Buck)

15. દુનિયાનો સૌથી લાંબો રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ?
જવાબ = ગ્રીનલેન્ડનો ઉત્તરપૂર્વ રાષ્ટ્રીય ઉદ્યાન.

16. કયુ પક્ષી આર્કિટેકચરની દ્રષ્ટિએ (બેનમૂન) ખૂબ જ સુંદર માળો બનાવે છે ?
જવાબ = સુઘરી

17. સિંહ મોટા ભાગે કયા સમયે ગર્જના કરતાં હોય છે ?
જવાબ = સૂર્યાસ્ત પછીના એક કલાકમાં સિંહ ગર્જના કરે છે.

18. બિલાડી દિવસમાં કેટલા કલાક ઊંઘે છે ?
જવાબ = દિવસમાં 16 કલાક સુધી

19. ભારતમાં પૂંછડી વગરના કયા વાનર જોવા મળે છે ?
જવાબ = હુલોક ગીબન (આસામ) (Hoolok Gibbon) - નર કાળારંગનો અને માદા સોનેરી રંગની હોય છે.

20. પ્રાણી જાતમાં સર્વ સામાન્ય સંવનનની પદ્ધતિ કઈ ગણાય છે ?
જવાબ = પોલીગેમી- એક વખતે એક કરતા વધુ પતિ કે પત્ની હોવા તે - બહુ પત્નીત્વ કે પતિત્વ

21. કયા દરિયાઈ જીવો ઝવેરાત તરીકે વપરાય છે ?
જવાબ = કોરલ (પરવાળા) તથા પર્લ (મોતી)

22. કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે કે જે દવામાં વપરાય છે ?
જવાબ = મધમાખી

23. કયા પ્રાણીમાંથી કેસ્મિનો ઉન પ્રાપ્ત થાય છે ?
જવાબ = સાઈબેરીયન  આઈબેકસ

24. કયા એશિયાઈ પ્રાણીને પકડીને મરે ત્યાં સુધી સતત મારવામાં આવે છે કારણ કે તેના આંસુ પ્રેમના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે ?
જવાબ = ડૂગોંગ - દરિયાઈ ગાય - વનસ્પતિ આહારી કદાવર દરિયાઈ સસ્તન પ્રાણી

25. દુનિયામાં સૌથી વિશાળ પથરાળ કોરલની રચના કયા સ્થળે જોવા મળે છે ?
જવાબ = ઓસ્ટ્રેલીયાના કવીન્સલેન્ડમાં ધી ગ્રેટ બેરીયર રીફ ખાતે જે દુનિયાનો સૌથી મોટો દરિયાઈ ઉદ્યાન છે.

26. શાહુડી સામનો કેવી રીતે કરે છે ?
જવાબ = શાહુડી પોતાની પાછળના કાંટા દ્વારા સ્વબચાવ કરે છે

27. પ્રાણીના પાછળના ભાગ માટે કયો અંગ્રેજી શબ્દ વપરાય છે ?
જવાબ = ડોરસલ (Dorsal) - પૃષ્ઠ - પીઠ પરનું

28. બાહયાકાર વિદ્યા રૂપવિદ્યા (મોર્ફોલોજી) કોને કહેવાય છે ?
જવાબ = પ્રાણી કે વનસ્પતિના રૂપો આકાર અંગેના શાસ્ત્રને રૂપવિદ્યા - આકાર વિજ્ઞાન કહેવાય છે

29. એપીકલ્ચર (Apiculture) એટલે શું ?
જવાબ = મધના વ્યાપારી ઉત્પાદન માટે મધમાખીના ઉછેરને એપીકલ્ચર - મધુમક્ષિકા પાલન કહે છે

30. હરપેટોલોજી (Herpetology) એટલે શું ?
જવાબ = સાપ અને ઉભયજીવી પ્રાણીઓના શાસ્ત્રને હરપેટોલોજી કહેવાય છે.

31. કોન્કોલોજી (Conchology) એટલે શું ?
જવાબ = મૃદુકાય (મોલસ્ક) (કાચવાળા પોચા શરીરના પ્રાણીઓ) ના શાસ્ત્રને કોન્કોલોજી કહેવાય છે.

32. ઈથોલોજી (Ethology) એટલે શું ?
જવાબ = પ્રાણીઓના રહેઠાણ સંબંધે વર્તણૂકના અભ્યાસને ઇથોલોજી-પ્રાણી વર્તન શાસ્ત્ર કહેવાય છે.

33. લીમનોલોજી (Limnology) એટલે શું ?
જવાબ = તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને લીમનોલોજી કહેવાય છે.

34. નેકટોન (Nektons) એટલે શું ?
જવાબ = પ્રાણીઓ કે જે પાણીની ઉપરની સપાટી ઉપર તરે છે તેને નેકટોન કહેવાય છે.

35. એન્ટોમોલોજી (Entomology) એટલે શું ?
જવાબ = કિટકો - જંતુઓના વિજ્ઞાનને એન્ટોમોલોજી - જંતુશાસ્ત્ર, કીટક વિજ્ઞાન કહેવાય છે.

36. ટેક્સીડરમી (Taxidermy) એટલે શું ?
જવાબ = મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની કળાને ટેક્સીડરમી કહેવાય છે.

37. હેલમીન્થોલોજી (Helminthology) એટલે શું ?
જવાબ = પરોપજીવી જંતુ - કીડાઓના અભ્યાસને હેલમીન્થોલોજી કહેવાય છે.

38. વેડર (Wader) એટલે શું ?
જવાબ = પાણીના કિનારા નજીક કાદવ-કીચડ ખુંદનારા પક્ષીઓને વેધર કહેવાય છે.

39. બ્લબર (Blubber) એટલે શું ?
જવાબ = દરિયાઈ પ્રાણીની ત્વચાની નીચેના ચરબીયુક્ત ભાગને બ્લબર કહેવાય છે. (દા.ત. વ્હેલ)

40. ઈકરોપેરેસાઈટ (Ecroparasite) એટલે શું ?
જવાબ = બીજા પ્રાણીના બહારના અંગો ઉપર જે પ્રાણી પરોપજીવી રહે તેને ઈકરોપેરેસાઈટ કહેવાય છે.

41. ઘણાં યાંત્રિક મશીનોની તાકાત માપવામાં કયા પ્રાણીનું નામ વાપરવામાં આવે છે ?
જવાબ = ઘોડો (હોર્સ પાવર)

42. પૂંછડી વીનાનું માનવની નજીકનું પ્રાણી કયું ?
જવાબ = ગોરીલા, ચિમ્પાન્ઝી

43. ડાઈનાસોરનો અર્થ શો છે ?
જવાબ = ભયાનક ગરોળી

44. સૌથી વધુ આયુષ્ય કયા પ્રાણીનું હોય છે ?
જવાબ = કાચબો - 300 વર્ષ સુધી

45. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ સામેલ ભારતીય પક્ષીવિદનું નામ જણાવો
જવાબ = ડો. સલીમઅલી

46. માણસ પછી બુદ્ધિશાળી પ્રાણી કયું છે ? કયા વર્ગનું છે ?
જવાબ = માણસ પછીના ક્રમમાં બુદ્ધિશાળી ડોલ્ફિન છે. જે સસ્તન સ્વર્ગનું જળચર પ્રાણી છે.

47. ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કયું છે ?
જવાબ = ઝુઓ લોજીકલ ગાર્ડન - અલીપુર - કલકત્તા

48. પ્રાણીઓમાં સૌથી જાળી ચામડી કોની હોય છે ?
જવાબ = વ્હેલ શાર્ક

49. કયા હરણને મારીને તેના કયા પદાર્થનો ઉપયોગ પરફયુમ તરીકે વપરાય છે ?
જવાબ = કસ્તુરી મૃગ (Musk Deer) - કસ્તુરી - નર ના પેટ ભાગની ગ્રંથિમાંથી નીકળતો સુગંધિત સ્ત્રાવ

50. લુપ્ત થયેલ ડોડો પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું ?
જવાબ = મોરેશિયસ ટાપુઓ

Post a Comment

0 Comments