ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ગુજરાતને ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન મળ્યું ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. ગુજરાતને ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન મળ્યું ?
જવાબ = સોલંકી યુગ

2. પાટણમાં સોલંકી યુગની સ્થાપના કયારે થઇ ?
જવાબ = ઈ.સ. 942

3. મહમુદ ગઝનવીની સોમનાથ ચડાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું ?
જવાબ = ભીમદેવ પહેલો

4. આબુના દંડનાયક તરીકે ભીમદેવે કોની પસંદગી કરી હતી ?
જવાબ = વિમલ મંત્રી

5. સોલંકી વંશનો સૌથી પ્રતાપી અને લોકપ્રિય શાસક કોણ ?
જવાબ = સિધ્ધરાજ જયસિંહ

6. સિધ્ધરાજ જયસિંહે કયા ઉપનામો ધારણ કર્યા હતા?
જવાબ = 'સિધ્ધ ચક્રવર્તી', 'અવંતીનાથ', 'બર્બરકજિષ્ણુ' અને 'ત્રિભુવનગંડ'

7. સિધ્ધરાજ જયસિંહે માળવાના કયા રાજાને હરાવી કેદ કર્યો હતો ?
જવાબ = યશોવર્મા

8. કુમારપાળ કયા ધર્મ પ્રત્યે વિશેષ પ્રીતિ ધરાવતો હતો ?
જવાબ = જૈન

9. સોલંકી વંશમાં સૌથી વધુ લાંબા સમય સુધી શાસન કયા રાજાએ કર્યું ?
જવાબ = ભીમદેવ બીજો

10. સોલંકી વંશ પછી કોનું શાસન સ્થપાયું ?
જવાબ = વાઘેલા વંશ

11. ગુજરાતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતો જિલ્લો કયો છે ?
જવાબ = સુરત

12. ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે ?
જવાબ = આઠ - અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, જામનગર અને જૂનાગઢ

13. ગુજરાતમાં સૌથી મોટો પુલ કયો છે ?
જવાબ = ગોલ્ડન બ્રિજ, ભરૂચ પાસે નર્મદા નદી પર

14. ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કયાં આવેલી છે
જવાબ = અંકલેશ્વર, જિલ્લો ભરૂચ

15. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
જવાબ = સાબરમતી, 320 કિ.મી

16. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે ?
જવાબ = નળ સરોવર

17. ગુજરાતની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે ?
જવાબ = સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

18. ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ મંદિરો છે ?
જવાબ = પાલીતાણા

19. ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે ?
જવાબ = ઊંઝા

20. ગુજરાતમાં સૌથી મોટો પ્રાણીબાગ કયો છે ?
જવાબ = કમલા નહેરુ જિયોલોજિકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ

21. નીળુબહેન છછેરા નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = કાષ્ઠકલા

22. કસુંબલ ડાયરને રાજદરબારમાંથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કયા લોકગાયકે કર્યું છે ?
જવાબ = હેમ ગઢવી

23. પાટણ ની શેરીઓ/ફળિયાં કયા નામે ઓળખાય છે ?
જવાબ = પાડા

24. અંબાજીમાં માતાની મૂર્તિનાં સ્થાને પૂજાનું વિસાયંત્ર કેટલા આંકડાનું હોય છે ?
જવાબ = 51

25. અમદાવાદનાં પોળનાં ઘરોની વિશેષતા શું છે ?
જવાબ = ચોક અને પરસળ

26. ઇ.સ. 1953માં બુડાપેસ્ટ ખાતે મળેલી 'વિશ્વ શાંતિ પરિષદ' માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સંગીતકાર કોણ હતા ?
જવાબ = પંડિત ઓમકારનાથ ઠાકુર

27. ગાંધીજીની 117મી જન્મજયંતી પ્રસંગે ન્યૂયોર્કમાં ગાંધીજીની પ્રતિમા તૈયાર કરીને મૂકનાર શિલ્પી કોણ છે ?
જવાબ = કાન્તીભાઈ પટેલ

28. ખોદીદાસ પરમાર નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = ચિત્રકળા

29. બંસીલાલ વર્મા નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = કાર્ટુનિંગ

30. ગુજરાતી અખબારોમાં કાર્ટુનિંગ આપનાર ચંદ્ર ત્રિવેદી કયા હુલામણા નામથી જાણીતા છે
જવાબ = રાયજી

31. વિધુત માટેની સૌથી સુવાહક ધાતુ કઈ છે ?
જવાબ = ચાંદી

32. આવર્ત સારણી માં કુલ કેટલા અધાતુ તત્વો છે ?
જવાબ = 22

33. પાણી શુધ્ધ કરવા માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ = ક્લોરીન

34. ક્યૂ વરશમાપક યંત્ર છે ?
જવાબ = યુડોમીટર

35. ડોક્ટરના થર્મોમીટર ની શોધ કોણે કરી હતી ?
જવાબ = ફોરન હાઈટ

36. લિફ્ટની શોધ કોણે કરી હતી ?
જવાબ = એફ.જી.ઓટિસ

37. લોગેરીથમ ની શોધ કોને કરી હતી ?
જવાબ = જોન નેપિયર

38. સાપેક્ષતાનો સિદ્ધાંત આપનાર આઈન્સ્ટાઈન કયા દેશનો વૈજ્ઞાનિક છે ?
જવાબ = જર્મની

39. નદીમાં તરતું વહાણ દરિયામાં આવે છે ત્યારે ........
જવાબ = થોડું ઉપર આવશે

40. પાણીની ઘનતા સૌથી વધુ ......... હોય છે ?
જવાબ = 4°સે.

41. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે ?
જવાબ = 6

42. આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે ?
જવાબ = યુ.એસ.એ

43. નીતિ નિર્દેશક સિદ્ધાંતો નો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે ?
જવાબ = આયર્લેન્ડ

44. રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી કઈ અનુચ્છેદ નીચે જાહેર કરી શકે ?
જવાબ = અનુચ્છેદ 360

45. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ અનુછેદ નીચે લાદી શકાય ?
જવાબ = 356

46. રાષ્ટ્રપતિ કઈ અનુચ્છેદ નીચે રાજ્યમાં સરકાર બરતરફ કરી શકે ?
જવાબ = 356

47. માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે ?
જવાબ = પાર્ટ - 4

48. બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે ?
જવાબ = પાર્ટ - 3

49. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણ નો વિચાર છે ?
જવાબ = યુ.એસ.એ

50. કટોકટીમાં મૂળભૂત અધિકાર કયા અનુચ્છેદ નીચે મોકૂફ રાખી શકાય છે ?
જવાબ = અનુચ્છેદ 358

Post a Comment

0 Comments