ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી કયું છે ?
જવાબ = વન્ડરીગ આલ્બાટ્રોસ

2. સૌથી મોટું ઈગલ કયું છે ?
જવાબ = ગ્રેટ હાર્પી ઈગલ

3. સૌથી વધુ લંબાઈના સાપની પ્રજાતિ કઈ છે ?
જવાબ = રેટીક્યુલેટેડ પાયથન - જાળીદાર અજગર

4. સૌથી ટૂંકો સાપ કયો છે ?
જવાબ = થ્રેડ સ્નેક

5. દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે ?
જવાબ = કિંગ કોબ્રા (નાગરાજ)

6 વિશ્વમાં સરિસૃપોની કેટલી જાતો નોંધાયેલ છે ?
જવાબ = 5,175

7. કયા પ્રાણીના ઉપયોગથી બોમ્બેની હાફકીન ઇન્સ્ટિટયૂટ દ્વારા સાપના ઝેર પ્રતિરોધક રસી તૈયાર કરવામાં આવે છે ?
જવાબ = ઘોડો

8. ભારતમાં જમીન પરનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે ?
જવાબ = ક્રેટ (કાળોતરો)

9. દુનિયાનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે ?
જવાબ = વરબા ગ્રીન સ્નેક

10. દુનિયાની સૌથી લાંબી ગરોળી કઈ છે ?
જવાબ = કોમોડો ડ્રેગોન

11. સાપની જાતોમાં સૌથી વધુ બુદ્ધિશાળી સાપ કયો છે ?
જવાબ = ધી રેટલ બીચરીંગ પીટ વાઈપર

12. દુનિયામાં જમીન ઉપર સૌથી ઝડપી ચાલતો સાપ કયો છે ?
જવાબ = બ્લેક મામ્બા

13. કયા સાપને સૌથી મોટી ફેણ હોય છે ?
જવાબ = ગબુન વાઈપર

14. કયા સાપોની સૌથી મોટી ફેમિલી આવેલી છે ?
જવાબ = અજગર, બુઆ તથા એનાકોન્ડા (Group of Boidae)

15. આદિજીવ યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા ?
જવાબ = ઉભયજીવી તથા જંતુઓ

16. મઝોઈક યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા ?
જવાબ = પેટે ચાલનારા પ્રાણીઓ (રેપ્ટાઈલ) - સરિસૃપો

17. રેટલ સાપની રેટલ (Rattle) કયાં હોય છે ?
જવાબ = પૂંછડીના છેડે - રેટલનો અર્થ ઘૂઘરો થાય

18. સાપનું દુશ્મન કયું પ્રાણી ગણાય છે ?
જવાબ = નોળિયો

19. દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે ?
જવાબ = કિંગ કોબ્રા (નાગરાજ)

20. લાંબાગળાવાળુ સૌથી ઊંચું પ્રાણી કયું છે ?
જવાબ = જિરાફ

21. તબીબી પ્રેક્ટિસમાં કયા પ્રાણીનું પ્રતિક વપરાય છે ?
જવાબ = સાપ

22. મગરની કઈ જાત ગંગાનદીમાં જોવા મળે છે ?
જવાબ = ઘરિયાલ

23. સાપ ખોરાક વગર કેટલું જીવી શકે ?
જવાબ = સાપ ખોરાક વગર 7 માસ સુધી જીવી શકે.

24. અળસિયાનાં શરીરની રચના કેવી હોય છે ?
જવાબ = અળસિયાને હાડપિંજરો હોતું નથી.

25. કાચબાનું કવચ શેનો ભાગ છે ?
જવાબ = અસ્થિ કંકાલનો ભાગ

26. કયું સરિસૃપ જમીન ઉપર દોડી શકે છે તેમજ પાણીમાં થોડા અંતર સુધી તરી શકે છે ?
જવાબ = ઈગવાના

27. કયો સાપ તેને જરાયે છંછેડવામાં આવે ત્યારે ઉંધો ફરી જઈ મૃત્યુ પામેલ હોય તેમ પડી રહે છે ?
જવાબ = કોમન રેટ સ્નેક

28. 'કેમેલિયોન' પોતાનો રંગ શેના કારણે બદલી શકે છે ?
જવાબ = ક્રોમેટોફોર્સ નામના કોષને કારણે

29. ઘરિયાલ નામના મગર શું ખાય છે ?
જવાબ = માછલી

30. સર્પ શેમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે ?
જવાબ = સર્પ ગરોળીઓ (લિઝાર્ડ) માંથી ઉક્રાંતિ પામેલ છે.

31. સૌથી મોટી ગરોળી (લિઝાર્ડ) કઈ છે ?
જવાબ = કોમોડો ડ્રેગન

32. દુનિયામાં સૌથી મોટું ઉભયજીવી પ્રાણી કયું છે ?
જવાબ = ચાઈનીઝ જાયન્ટ સલામાન્ડર

33. અત્યાર સુધીમાં સૌથી વધુ ઝેરી પ્રાણી કયું નોંધાયેલ છે ?
જવાબ = કોકાઈ એરો (ઝેરી દેડકો)

34. એક કોષીય પ્રાણીને શું કહેવાય છે ?
જવાબ = પ્રોટોઝુઆ

35. પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે ?
જવાબ = તેની ચામડી દ્વારા શ્વાસ લે છે.

36. જંગલમાં સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી
જવાબ = ઝરખ

37. દેડકો એ પાણીમાં રહેતું પ્રાણી છે, જ્યારે ડ્રીલીંગ દેડકો કયાં રહે છે ?
જવાબ = રણપ્રદેશમાં

38. ગુજરાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા આવેલો છે ?
જવાબ = જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન

39. કયા પ્રાણીઓના અંગો તૂટી જાય તો નવાં ઉગી શકે છે ?
જવાબ = તારામાછલી, કરચલા, ઓક્ટોપસ, ગરોળીની પૂંછડી

40. દરિયાઈ કાચબાની કઈ જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે ?
જવાબ = ગ્રીન ટરટલ, ઓલીવ રીડલી ટરટલ, અને લેધર બેક ટરટલ

41. ઝેરી દેડકાનું ઝેર કયા અંગમાં હોય છે ?
જવાબ = ચામડીમાં

42. દુનિયાનો સૌથી લાંબો કરચલો કયો છે ?
જવાબ = કોકોનેટ ક્રેબ

43. ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે ?
જવાબ = પોમ્રફેટ

44. બ્લુ વહેલનું સરેરાશ વજન કેટલું હોય છે ?
જવાબ = 8 હજાર થી 12 હજાર કિ.ગ્રા. (80 થી 120 મે.ટન)

45. સૌથી ઝડપી ફરતી માછલી કઈ છે ?
જવાબ = સેઈલ ફીશ

46. દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી કઈ છે ?
જવાબ = જાપાનીઝ પફર માછલી

47. બ્લુ વહેલને કેટલા દાંત હોય છે ?
જવાબ = એક પણ નહિ

48. બ્લુ વહેલ દૈનિક કેટલા કેલરી ખોરાક મેળવે છે ?
જવાબ = 30 લાખ કેલરી

49. દુનિયાનું સૌથી રમતિયાળ પ્રાણી કયું છે ?
જવાબ = ડોલ્ફીન

50. કઈ માછલી તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે ?
જવાબ = કેટ ફીશ

Post a Comment

0 Comments